Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારો મહિમા છે મોટો.
એનો મળે નહીં જોટો.
તમારો મહિમા છે મોટો.

પ્રેમ તમારો, દયાથકી આ મંદ હસે હોઠો;
પડે કદી ના કાળ તમારે કૃપાતણો તોટો.
તમારો મહિમા છે મોટો.

અલૌકિક ખરે શક્તિ, તેનો ક્યાંય જડે જોટો ?
પરવરદિગાર, દાની, એ છે ખિતાબ ના ખોટો.
તમારો મહિમા છે મોટો.

શરણ તમારું લીધું તેને કૈં ન રહ્યો તોટો;
શરણાગતની રક્ષા સારું રાખો છો સોટો.
તમારો મહિમા છે મોટો.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit