તમને સંત ન કેવળ માનું.
અખિલ વિશ્વમાં વ્યાપક પૂરણ
પરમાત્મા હું જાણું ... તમને
સિદ્ધિના સ્વામી, પ્રકૃતિના
નાથ તમોને જાણું;
અશરીરી પણ શરીરધારી;
પૂરણ કેમ વખાણુ ? ... તમને
એ જ ભાવથી ગાઊં નિશદિન
દિવ્ય તમારું ગાણું;
સમર્થ સ્વામી, તમને સેવી
ઉજવું જીવન ટાણું. ... તમને
- શ્રી યોગેશ્વરજી