તીરથ શિરડી નામે એક.
એનો મહિમા મંગલ છેક. ...તીરથ.
સાંઈનાથ સમર્થ રહે ત્યાં,
એમાં ના અતિરેક;
જુદાજુદા લોકો જાયે ત્યાં,
ભૂલી ભોદ અનેક. ...તીરથ.
દર્શનથી શાંતિ મળે સાચી,
પ્રકટે પ્રેમવિવેક;
મેલ મનતણા મૃતપ્રાય બને,
અંતર થાયે નેક. ...તીરથ.
ભાવના ફળે ભક્તોની ત્યાં,
પ્રામાણિક એકેક;
ભાવિક જનની સફળ થાય છે,
નાનીમોટી ટેક. ...તીરથ.
તીર્થશિરોમણિ મળ્યાં તીર્થ ત્યાં,
જાણે દિવ્ય દરેક;
ધન્ય કરે જીવનને ત્યાંના
મુખ્ય દેવતા એક. ...તીરથ.
- શ્રી યોગેશ્વરજી