Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નમસ્કાર મારા, હજારો નમસ્કાર મારા !
જેના દિલમાં પવિત્રતા ને પ્રેમતણી ધારા,
સદ્ ગુણથી શોભિત સંસ્કારી ભાવભર્યા ન્યારા;
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા !
નમસ્કાર મારા, હજારો નમસ્કાર મારા !

અમૃત આંજેલી આંખલડી તેમજ મધુરી વાણ,
મોટા નાના ઉચ્ચનીચની જેને ન પડે જાણ;
વિનમ્ર વિનયી તેમ થયા જે ધૈર્યક્ષમાવાળા,
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા !
નમસ્કાર મારા, હજારો નમસ્કાર મારા !

પરહિત માટે જીવન જેનું જેની છે કાયા,
પ્રભુના વિના ન કોઇ સાથે કરનારા માયા;
ચઢાવતા જે પ્રતિપળ પ્રભુને ભાવતણી માળા,
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા !
નમસ્કાર મારા, હજારો નમસ્કાર મારા !

પ્રભુમય એ સંત કરો નિશદિન મંગલની ધારા,
પ્રેમફુવારા ઉડો તેમના રોમરોમ મારા;
પોતાનાશો મને બનાવો તે પ્રભુના પ્યારા,
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા !
નમસ્કાર મારા, હજારો નમસ્કાર મારા !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit