Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારે માટેની વેદનાને હસતાં હસતાં સહન કરવાનો પ્રયાસ કરું છું.
પણ કોઈવાર તેનો વેગ એટલો બધો વધી જાય છે કે મારું હૃદય ફાટી જાય છે
ને આંસુની અનત ધારામાં વહેવા માંડે છે.

તમે મને એવો આશીર્વાદ આપો કે તમારે માટેની વેદનાને હું હસતાં હસતાં સહન કરી શકું;
તમારા પ્રેમને માટે રાતદિવસ રડ્યા ને તલસ્યા કરું.
છતાંયે સદાયે સ્વસ્થ ને શાંત રહું,
ને તમારો પાગલ પુજારી બનીને તમારી પૂર્ણ કૃપાની કામના કરતાં પૃથ્વી પર ફર્યા કરું.

વેદનાનો વરસાદ તમે ભલે વરસાવો,
પણ તેમાં સ્મિત સાથે સ્નાન કરવાની શક્તિ આપો એટલી જ મારી પ્રાર્થના છે.
વેદનાનો વરસાદ તમે ભલે વરસાવો.

- શ્રી યોગેશ્વરજી