Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
વરસાદ વરસી રહ્યો છે
ત્યારે તમારી મધુર મુખાકૃતિની યાદ આવ્યા વિના રહેતી નથી.
તમારી સોડનું સુખ મને યાદ આવે છે ને મારું હૈયું હાલી ઉઠે છે.
તપેલી ધરતી વરસાદના વહાલનો લહાવો લઈને શાંતિનો શ્વાસ લે છે,
ત્યારે કેટલી બધી સુવાસિત ને કૃતકૃત્ય લાગે છે !

તમારી વહાલી વર્ષાથી મારું સર્વસ્વ એ રીતે કૃતકૃત્ય થઈ જશે, ને શાંતિનો શ્વાસ લેશે.
જીવનની ધન્યતાના એ મહોત્સવમાં સ્વમાન સાથે શામેલ થવા
મારું તમને આગ્રહપૂર્વકનું આમંત્રણ છે.

- શ્રી યોગેશ્વરજી