આપણો પ્રેમ અત્યંત પવિત્ર છે.
વળી તે વિવેકના આધાર પર રચાયેલો છે.
વાસના ને વિકાર તેને અડી શકતા નથી,
ને ચંચલતામાં તેને ચલિત કરવાની તાકાત નથી.
આત્માના આકર્ષણથી ઓતપ્રોત હોવાથી તે કદિ પણ ખૂટતો નથી કે તેનો સ્વાદ ઓછો થતો નથી.
એટલે જ કહું છું કે આપણો પ્રેમ કદી ખૂટવાનો નથી.
તેનું રહસ્ય કદી પૂરું થવાનું નથી ને તેનો સ્વાદ શમવાનો નથી.
દિવસે દિવસે તેનું સ્વરૂપ વધતું જ જશે,
ને તે વધારે ને વધારે અમૃતમય બનશે.
યુગો પછી પણ તેની અવસ્થા એ જ રહેશે.
- શ્રી યોગેશ્વરજી

