તમારો પ્રેમ યાદ આવતાં મારું રોમેરોમ એક પ્રકારના ગાઢ રાગથી રંગાઈ જાય છે,
ને અંતરમાં આનંદનો અર્ણવ જાણે ઉછાળા મારે છે.
આંખ આંસુના થાળ બનીને તમારી અખંડ આરાધનાનો આરંભ કરે છે,
ને પ્રાણ પોતાના પ્રેમને પુષ્પોની માળામાં પરોવીને તમારે ચરણે ધરે છે.
મારા અંગેઅંગમાં એક જાતનું જાદુ ફરી વળે છે.
ઈચ્છા થાય છે ....
હાથમાં હાથ લઈ, આંખમાં આંખના અંજનને આંજી દઈ,
તમને આલિંગન આપી, દિવસ ને રાત તમારી પાસે બેસી રહું
ને તમારી કૃપાનું પ્રતીક થાઉં.
તમે પધારો તો તમારી પૂજાનું ફૂલ થાઉં !
- શ્રી યોગેશ્વરજી

