Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારું મધ ઝરતું મુખ મારી આંખ આગળ દિવસ ને રાત ઉભું રહે છે,
ને મારા મનને ઉત્સવના ઉલ્લાસથી ભરી દે છે.

કેમ કરીને કહી બતાવું
કે મારા અંતરમાં તમારે માટે કેટકેટલો ઉમંગ ને પ્રેમ ઉછાળા મારે છે !
મારું રોમેરોમ તમારા પ્રેમની ક્યારી બનીને પાવન થયું છે,
ને અંતરે તમારે માટે કાયમનું આસન તૈયાર કર્યું છે.

તમારી આંખમાં જે અમૃત છે તેની જોડી જગતમાં જડે તેમ નથી.
તેના અખંડ ધ્યાનમાં ડૂબી જાઉં છું
ત્યારે જીવનમાં નવા અવતારના એક અનેરા અધ્યાયનો ઉમેરો થાય છે.
પતિતને પણ પાવન કરનારી ને તારનારી એ આંખ
કેટલી બધી અલૌકિક ને આશીર્વાદરૂપ છે તે કોણ કહી શકે ?
એનાથી મંડિત થયેલું તમારું મુખ મારી આગળ ઉભું રહે છે,
ત્યારે મારા સરખો સંપત્તિવાન આ સંસારમાં બીજો કોઈ જ નથી એની મને ખાતરી થાય છે,
ને મારો પ્રાણ પરમાનંદના પાવન પ્રવાહમાં પલટાઈને વહેવા માંડે છે.

- શ્રી યોગેશ્વરજી