આજે તો તમારા પ્રેમનું પાન કરીને મારું સર્વ કાંઈ કૃતાર્થ થયું છે
ને મને નવજીવનનું દાન મળ્યું છે.
ચાંદની રાતે ઉઘાડા આકાશ નીચે થયેલી આપણી મુલાકાત સદાયે અમર રહેશે.
તારાની સાક્ષીમાં સંવાદી બનેલો આપણો પ્રેમ સદાયે યાદગાર રહેશે.
તમે કૃપા કરીને મારી પાસે તમારો અખૂટ વૈભવ લઈને પ્રકટ થયાં
એ વાત આ શાંતિ સૃષ્ટિને સદાયે યાદ રહેશે.
તમારી મુખાકૃતિનું નિરક્ષર ધ્યાન કરીને
મારી મનની વૃત્તિને તેમાં એકાગ્ર કરી નવા જીવનનું ભાથુ ભર્યું છે,
ને તમારી સોડમાં સુઈને હે સ્નેહમયી, સાચે જ કહું છું,
મને સ્વર્ગમુક્તિ, પરમપદ જે કહો તે પ્રાપ્ત થયું છે.
મારું સર્વ કાંઈ પાવન થયું છે.
- શ્રી યોગેશ્વરજી

