પાપી છે તે ભાગ્યશાળી છે
કેમ કે તેને માટે મુક્તિના મંદિરના દ્વાર વહેલામાં વહેલી તકે ઉઘડી શકે તેમ છે.
પાપથી પાછા વળવાનો તે વિચાર કરી લે એટલું જ બસ છે.
દુરાચારી અને દુર્ગુણીનું સૌભાગ્ય પણ મોટું છે.
પરમાત્માની કૃપાનો માર્ગ તેને માટે સદાયે ખુલ્લો છે,
ને તે એકધારી રીતે તે માર્ગે મુસાફરી કરી શકે તેમ છે.
ફકત દુરાચાર ને દુર્ગુણનો ત્યાગ કરવાનો તેનો સંકલ્પ જોઈએ.
જે અનાથ છે તે પણ બડભાગી છે.
કેમ કે બીજા બધાંમાંથી મનને પાછું વાળીને પ્રિયતમમાં વળગાડવામાં
ને પરમાત્માને જ પોતાના માનવાનો માર્ગ તેમને માટે ખુલ્લો છે.
નિરાધાર ને અનાથ પણ બડભાગી છે.
ને કોણ નથી ?
જે ધારે તે બધા જ તેની પ્રાપ્તિ કરીને જીવનને મંગલમય કરી શકે છે.
- શ્રી યોગેશ્વરજી

