Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારું ચાલે તો હું તમને એક ક્ષણ પણ રજા ના આપું : અલગ ના થવા દઉં,
ને તમારી કમરની આસપાસ કરને વીંટી રાખી,
તમારા અમૃતરસથી નીતરતા ગોરસી સરખા મુખમંડળને જોયા કરું.
મારું ચાલે તો તો તમને એક ક્ષણ પણ છૂટા ના કરું.

દર્શન ને મિલનના એ મહોત્સવમાં ખાવુંપીવું હરવુંફરવું બધું જ ભૂલી જાઉં છું.
કેવળ તમારા હૃદય સાથે હૃદયનો સંવાદ સાધીને સુઈ રહું.
હું તો ના ઉઠું પણ તમને પણ ના ઉઠવા દઉં.
મારું ચાલે તો તો તમને હું એક પળ પણ ના ઉઠવા દઉં.

આંખની પલક પડે નહિ ને શ્વાસ બ્રહ્માંડે ચડે નહિ તો ભલે;
દિન ને રાત તમારી સાથે રહી, તમારા હાથમાં હાથ લઈ,
આખી સૃષ્ટિમાં વિચરણ કરું, ને તપ્ત ને તૃષાર્તને નવું જીવન ધરું.
મારું ચાલે તો તમારી મદદથી આ જગતને નવજીવન ધરું.

- શ્રી યોગેશ્વરજી