Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા જેવો એક સાધારણ માણસ તમને શું આપી શકે ?
મારી પાસે છે જ શું ?
કેવળ રાગથી રંગાયેલું ને લથપથ થયેલું હૃદય છે.
તે પણ તમે આપેલું છે. એટલે તેમાં મારા જેવું કાંઈ જ નથી.
છતાં જો માનો તો મારી મૂડીમાં એટલું જ છે.
તેને હું તમારા તરફ ખુલ્લું મૂકું છું, વહેવડાવું છું,
ને તેમાંથી છૂટતાં સંગીતના સ્વરથી તમારી સેવા કરવા સદા તૈયાર રહું છું.

મારાં ગીતોને તમે કોઈ સાધારણ ગીતો ના સમજશો.
શબ્દોનો તે કાંઈ સૂકો સમૂહ નથી.
તે તો મારું જીવન છે, હૃદય છે.
લોહીમાં-ખૂનમાં ને શ્વાસોશ્વાસમાં જે વહે છે તે તમને લખી આપ્યું છે,
ને અંતરમાં અંકિત થયું છે તે જ અર્પણ કર્યું છે.

- શ્રી યોગેશ્વરજી