Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારી છાતી પર સુઈને
તમારી આંખના અમીને પીતાંપીતાં
હું તમારાં ગીતોની રચના કરું
ને તે ગીતોના રસનું તમને પાન કરાવું તો કેટલો આનંદ આવે !

શું એવો દિવસ પણ કદિ આવશે
જ્યારે તમારા આલિંગનમાંથી હું એક પળ પણ અળગો નહિ થાઉં,
ને તમને છોડીને બીજે ક્યાંય નહિ જાઉં ?

વહાલની વર્ષાથી ન્હવડાવતાં હું તમને મારું સ્નેહસંગીત સંભળાવ્યા કરીશ,
ને તેમાં તરબોળ બની તમે તમારા આલિંગનને ગાઢ કરશો,
કદિક મારી સામે દેવદાસીની જેમ નર્તન કરશો,
તો કદિક મારી સાથે ગાવા માંડશો.

એ સોનેરી દિવસ મારા જીવનમાં ક્યારે આવશે ?

- શ્રી યોગેશ્વરજી