તમે મને સમજવામાં ભૂલ ન કરશો. એવી મારી પ્રાર્થના છે.
ઉપર ઉપરથી હું તમને જડ ને લાગણીહીન લાગું છું,
છેક જ શાંત દેખાઉં છું,
ભાવની ભરતી ને ઊર્મિના તરંગોથી રહિત દેખાઉં છું,
પણ ખરેખર મારા હૃદયને તેવું ના માનશો.
મારા અંતરમાં તો તમારા અનુરાગનો અખંડ અગ્નિ સદાયે સળગ્યા કરે છે.
સાગરમાં ઉઠતા ભયંકર તોફાન જેવું તોફાન ચાલ્યા કરે છે.
પણ ઉપરથી મુખને મધુમય ને આનંદમય રાખીને હું સંસારમાં ફરી રહ્યો છું.
આવી અલૌકિક છે મારી અવસ્થા.
માટે જ કહું છું કે મને સમજવામાં ભૂલ ના કરશો.
- શ્રી યોગેશ્વરજી

