Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કૃપાની અસીમ વૃષ્ટિ વરસાવીને
તમે આપણી આડે આવી રહેલા આવરણનો ભંગ કર્યો
ને મને તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનો અવસર આપ્યો
એથી મારું હૃદય ખરેખર ભાવવિભોર ને ગદગદ બની ગયું છે.
આવરણના ભંગનો એ આનંદ મારી નસેનસમાં નાચ્યા કરે છે.

આ આવરણને લીધે જ જીવ તમારાથી દૂર છે.
હૃદય શુદ્ધ થઈ જાય, નિર્મળ બની જાય,
ને તમારા પવિત્ર પ્રેમથી પુલકિત ને પાવન થાય,
એટલે આવરણનો ભંગ થાય છે.
તમારી કૃપાથી એ કામ સહેલું બને છે, ને જન્મોજન્મની દરિદ્રતા ટળી જાય છે.

આવરણભંગનો આનંદ આપવા બદલ હું તમારો અત્યંત આભાર માનું છું.

- શ્રી યોગેશ્વરજી