Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી સાથે રહેવાનો આનંદ કેટલો અજબ છે !
તમારું અખંડ દર્શન કરીને આંખ ને અંતર ઉત્સવના અનંત આનંદથી ઉભરાઈ જાય છે,
ને તમારા સહવાસમાં મનને અસીમ શાંતિ મળી રહે છે.

દુઃખ, દર્દ ને ચિંતા તેમજ ભય ને શોક તમારી પાસેથી હઠી જાય છે,
ને જીવનની ધન્યતાની વીણા એકેક કરતાં ચઢિયાતાં ગીત ગાયા કરે છે.
સમસ્ત સંસારની સંપત્તિ તે વખતે ફીકી લાગે છે.
તમારી સાથે રહેવાનો આનંદ કેટલો અજબ છે !

આજે તમે મારા પર કૃપા પણ ખૂબ જ કરી.
તમારી અપાર પ્રેમવર્ષામાં આજે રાતે તમે મને ભીંજવીને નહવરાવી દીધો.
તે માટે હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

- શ્રી યોગેશ્વરજી