Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
રથમાં બેસીને આપણે મુસાફરી કરતાં હતાં
ત્યારે તમે તમારી બંગડી અચાનક તોડી નાખી.
તે જોઈને મને નવાઈ લાગી.
ત્યારે તમે કહ્યું : બંગડી સુહાગનું ચિન્હ છે,
પરંતુ મારો સુહાગ તો સનાતન છે.
સંસારના સાધારણ સ્વામીનો સંબંધ છોડી દઈને
મેં હવે પ્રિયતમ પરમાત્માનો સ્નેહ સંબંધ શરૂ કર્યો છે.
સુહાગનાં બહારનાં ચિન્હોની તેમાં જરૂર નથી.

તમારો એ ખુલાસો સાંભળીને મને આનંદ થયો.
તમારી વેણીમાં ગુલાબના ફૂલને પરોવીને તમને આશીર્વાદ આપતાં મેં કહ્યું :
ખરેખર તમારો સુહાગ અમર છે, ને અમર રહેશે.

તે રાતે તમે તમારી સેંથીમાં પહેલી જ વાર સીંદૂર પૂર્યું.

- શ્રી યોગેશ્વરજી