Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને મેળવવાની મારી આશા નહિ તૂટે.
મારી આશા અમર છે.
તેની ક્યારી કોઈ પણ રીતે ને કોઈ દિવસ કરમાય તેવી નથી.

તમારી મંગલમય મૂર્તિને હૃદયમાં ધારણ કરીને
રોજરોજ પુજ્યા કરીશ, ભજ્યા કરીશ, ને રોજરોજ આંસુની આહુતિ આપ્યા કરીશ.
તમારી પ્રસન્નતા માટેની મારી આરાધનાનો કદી અંત નહિ આવે.
જ્યાં સુધી સફળ નહિ થાય ત્યાં સુધી તેનો અંત નહિ આવે.

જીવનના છેલ્લા શ્વાસ સુધી
તમને મેળવવાની મારી આશાનો તાર જરા પણ નહિ તૂટે.

- શ્રી યોગેશ્વરજી