Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

घृतात् परं मण्डमिवातिसूक्ष्मं ज्ञात्वा शिवं सर्वभूतेषु गूढम् ।
विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१६॥

ghrtat param mandamivatisuksmam
jnatva sivam sarvabhutesu gudham ।
visvasyaikam parivestitaram
jnatva devam muchyate sarvapasaih ॥ 16॥

માખણની પર સાર રહે છે તેમ સાર તે સૌના છે,
ખૂબ સુક્ષ્મ છે, સૌ પ્રાણીમાં ગૂઢ, સૃષ્ટિમાં વ્યાપક છે;
એકમાત્ર તે પરમદેવ પરમેશ્વરને જે જાણે છે,
તે માનવ સર્વે બંધનને હમેંશ માટે કાપે છે. ॥૧૬॥

અર્થઃ

શિવમ્ - કલ્યાણસ્વરૂપ
એકમ્ દેવમ્ - એક, અનન્ય પરમદેવ પરમાત્માને
ધૃતાત્ પરમ્ - માખણની ઉપરના
મંડમ્ ઇવ - સારભાગની પેઠે
અતિસૂક્ષ્મમ્ - અતિશય સૂક્ષ્મ (અને)
સર્વભૂતેષુ - સર્વે પ્રાણીઓમાં
ગૂઢમ્ - ગુપ્ત રીતે રહેલા
જ્ઞાત્વા - જાણીને (તેમજ)
વિશ્વસ્ય પરિવેષ્ટિતારમ્ - વિશ્વને સર્વ તરફથી વ્યાપી રહેલા
જ્ઞાત્વા - જાણીને (મનુષ્ય)
સર્વપાશૈઃ - બધાં જ બંધનોમાંથી
મુચ્યતે - છૂટી જાય છે.

ભાવાર્થઃ

પરમાત્મા માખણના સારભાગની જેમ સૌના સારરૂપ છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, એક છે, અનન્ય અથવા અનુત્તમ અને સૌથી શ્રેષ્ઠ છે. એમની અંદર કોઇપણ પ્રકારના અકલ્યાણની સહેજ પણ કલ્પના નથી કરી શકાય તેમ. એ પરમ કલ્યાણરૂપ છે. સર્વત્ર વિસ્તરેલા હોવા છતાં એટલા બધા ગુપ્ત રીતે રહેલા છે, કે સહેલાઇથી અને પ્રથમ નજરે જોઇ કે જાણી શકાતા નથી. જે અવિદ્યાનાં અનેકવિધ અશાંતિજનક બંધનોમાંથી મુક્તિ મેળવીને જીવનને પરમ પવિત્ર, પરમસુખમય, પ્રશાંત અને કૃતાર્થ કરવા માગે છે એ એમને ઓળખે. એમને ઓળખવાનો પ્રામાણિક પ્રયત્ન કરે. એના સિવાય બીજો કોઇ જ માર્ગ નથી.