नैनमूर्ध्वं न तिर्यञ्चं न मध्ये न परिजग्रभत् ।
न तस्य प्रतिमा अस्ति यस्य नाम महद् यशः ॥१९॥
nainamurdhvam na tiryancham
na madhye na parijagrabhat ।
na tasya pratima asti
yasya nama mahad yasah ॥ 19॥
નીચેથી ઊપરથી તે ના આસપાસથી પકડાયે,
મધ્યભાગથી પણ તે પ્રભુ ના કોઈરીતે જકડાયે;
‘મહાન યશ’ છે નામ તેમનું, યશ છે તેનો સર્વસ્થળે,
તે પ્રભુની ના ઉપમા કોઈ, જેથી તેનો મેળ મળે. ॥૧૯॥
અર્થઃ
એનમ્ - એ પરમાત્માને
ઉર્ધ્વમ્ - ઉપરથી
ન - નહિ
તિર્યંચમ્ - આમતેમથી
ન - નહિ
મધ્યે - વચ્ચેથી
ન - નહિ
પરિજગ્રભત્ - પકડી શકાય (અથવા સારી પેઠે નથી પકડી શકાતા)
યસ્ય - જેમનો
મહદયશઃ - મહાન યશ
નામ - નામ છે.
તસ્ય - એમની
પ્રતિમા - ઉપમા, તુલના અથવા સમતા
ન અસ્તિ - નથી.
ભાવાર્થઃ
એ પરમાત્મા અવયવરહિત, શરીરરહિત હોવાથી એમને કોઇ માપી શકતું નથી. ઉપરથી, નીચેથી, વચ્ચેથી કે આજુબાજુથી પરિપૂર્ણપણે પકડી શકતું નથી. એમનો મહિમા તથા યશ ખૂબ જ મોટો, અજોડ અને અનુત્તમ છે. એમની બરાબરી કરી શકે એવું, એમનું સમકક્ષ સંસારમાં બીજું કોઇ જ નથી. એ સર્વોત્તમ કે લોકોત્તર છે.

