Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

बालाग्रशतभागस्य शतधा कल्पितस्य च ।
भागो जीवः स विज्ञेयः स चानन्त्याय कल्पते ॥९॥

balagrasatabhagasya satadha kalpitasya cha ।
bhago jivah sa vijneyah sa chanantyaya kalpate ॥ 9॥

એક વાળના અંતભાગના સો ટુકડા જો કો’ક કરે,
વળી એક ટુકડાના પાછો સો ટુકડા જો કો’ક કરે,
સુક્ષ્મ જેટલો ભાગ થાય તે, તેવો સુક્ષ્મ ખરે છે જીવ,
અનંત શક્તિ છતાં છે તેની, વ્યાપક છે આ જગે ખચિત. ॥૯॥

અર્થઃ

બાલાગ્રશતભાગસ્ય - વાળના અગ્રભાગના સોમા ભાગનો
ચ - ફરી
શતધા - સો ભાગોમાં
કલ્પિતસ્ય - કલ્પના કરવાથી
ભાગઃ - જે એક ભાગ થાય છે.
સઃ - તેની બરાબર
જીવઃ - જીવના સ્વરૂપને
વિજ્ઞેયઃ - જાણવું જોઇએ.
ચ - અને
સઃ - તે
આનન્ત્યાય - અનંત ભાવવાળો થવામાં
કલ્પતે - સમર્થ છે.

ભાવાર્થઃ

આ શ્લોક દ્વારા જીવાત્માના સુસૂક્ષ્મ સ્વરૂપને બીજી રીતે સમજાવતાં કહેવામાં આવ્યું કે વાળના અગ્રભાગના સો ટુકડા કરવાથી વાળનો જેટલા સૂક્ષ્મતમ અંશ રહે છે એથી પણ જીવાત્મા વધારે સૂક્ષ્મ છે. અને એનામાં એટલી બધી સૂક્ષ્મતા હોવા છતાં એ અસીમ અથવા અનંત છે. એ સંસારમાં સર્વત્ર વ્યાપક છે. બુદ્ધિના તથા પોતાના ગુણોને લીધે જ એને એકદેશીય અથવા હૃદયપ્રદેશમાં રહેનારો કહ્યો છે.