Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

नैव स्त्री न पुमानेष न चैवायं नपुंसकः ।
यद्यच्छरीरमादत्ते तेने तेने स युज्यते ॥१०॥

naiva stri na pumanesa na chaivayam napumsakah ।
yadyacchhariramadatte tene tene sa yujyate ॥ 10॥

સ્ત્રી નથી, નથી પુરુષ તે તો, નથી નપુંસક જીવાત્મા;
જેવું ધારે શરીર તેવો બની જાય છે જીવાત્મા.
સ્ત્રી ને પુરૂષના ભેદો તો શરીરને લીધે થાયે,
સર્વ ભેદથી શૂન્ય જીવ છે, ઉપાધિથી છે પર સાચે. ॥૧૦॥

અર્થઃ

એષઃ - આ જીવાત્મા
ન - ન
એવ - તો
સ્ત્રી - સ્ત્રી છે.
ન પુમાન્ - પુરુષ નથી.
ચ - અને
અયમ્ - આ
નપુસકઃ એવ ન - નપુંસક પણ નથી
યત્ યત્ - જે જે
શરીરમ્ - શરીરને
આદત્તે - ગ્રહણ કરે છે
તેન તેન - તેનાથી તેનાથી
યુજ્યતે - સંયુક્ત બની જાય છે.

ભાવાર્થઃ

જીવાત્મા મૂળભૂત રીતે જોતાં તો સ્ત્રી, પુરુષ કે નપુંસંક નથી. એની કોઇ જાતિ અને આકૃતિ નથી. તોપણ જેવા શરીરને ધારણ કરે છે તેવો લાગે છે. વિદ્યુતશક્તિને કોઇ રૂપ નથી તોપણ ગોળાઓમાં પ્રવેશીને જુદાજુદાં રૂપરંગવાળી દેખાય છે તેવી રીતે.