स्थूलानि सूक्ष्माणि बहूनि चैव रूपाणि देही स्वगुणैर्वृणोति ।
क्रियागुणैरात्मगुणैश्च तेषां संयोगहेतुरपरोऽपि दृष्टः ॥१२॥
sthulani suksmani bahuni chaiva
rupani dehi svagunairvrnoti ।
kriyagunairatmagunaischa tesam
samyogaheturaparo'pi drstah ॥ 12॥
પોતાનાં કર્મોને લીધે, મન ઈન્દ્રિયમાં રમવાથી,
જીવ જન્મ લે અનેક, મમતા અહંકારમાં પડવાથી.
સ્વતંત્ર તે ના જન્મ ધરે છે, કર્મ નિહાળીને તેનાં,
યોગ્ય યોનિમાં જન્મ આપતા પરમાત્મા છે છેક જુદા. ॥૧૨॥
અર્થઃ
દૈહી - જીવાત્મા
ક્રિયાગુણૈઃ - પોતાના કર્મસંસ્કારરૂપી ગુણોથી
ચ - અને
આત્મગુણૈઃ - શરીરના ગુણોથી
સ્વગુણૈઃ - અહંતા મમતાદિ પોતાના ગુણોથી પ્રભાવિત થઇને
સ્થૂલાનિ - સ્થૂળ
ચ - અને
સૂક્ષ્માણિ - સૂક્ષ્મ
બહૂનિ એવ - અનેક
રૂપાણિ - રૂપ, શરીર અથવા આકૃતિનો
વૃણોતિ - સ્વીકાર કરે છે.
તેષામ્ - એમના
સંયોગહેતુ - સંયોગનું કારણ
અપરઃ - બીજું
અપિ - પણ
દૃષ્ટઃ - દેખી શકાયું છે.
ભાવાર્થઃ
જીવાત્મા કર્મસંસ્કારોથી અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીરના ગુણોથી પ્રભાવિત થઇને અંહતા-મમતા જેવો પોતાના ગુણોની અસર નીચે આવીને જુદાં જુદાં શરીરો ધારણ કરે છે. અનેક પ્રકારના રૂપથી સંપન્ન બને છે. એમાં કેટલાંક સૂક્ષ્મ હોય છે તો કેટલાક સ્થૂળ. એ જુદી જુદી યોનિમાં જન્મે છે, પરંતુ જન્મવામાં સ્વતંત્ર નથી. એનાં જન્મ મરણ અથવા જુદી જુદી યોનિના સંયોગવિયોગનું કારણ પરમાત્મા છે. પરમાત્મા જ એનું મુખ્ય પ્રેરક બળ છે અને એની અધીન બનીને એ ફર્યા કરે છે. જ્ઞાની પુરુષોનો એવો અનુભવજન્ય અભિપ્રાય છે.

