if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तमीश्वराणां परमं महेश्वरं तं देवतानां परमं च दैवतम् ।
पतिं पतीनां परमं परस्ताद्विदाम देवं भुवनेशमीड्यम् ॥७॥

tamisvaranam paramam mahesvaram
tam devatanam paramam cha daivatam ।
patim patinam paramam parastad-
vidama devam bhuvanesamidyam ॥ 7॥

ઈશ્વરનો જે મહાન ઈશ્વર, દેવતણો જે દેવ વળી,
પતિનો પતિ, જે સ્વામી જગનો, કરતા જેની સર્વ સ્તુતિ;
તે પરમાત્મા અમે જાણતા, તે તો સૌથી ઉત્તમ છે,
સર્વરૂપ છે, સૌથી પર છે, અમે જાણતા તે પ્રભુને. ॥૭॥

અર્થઃ

તમ્ - તે
ઇશ્વરાણામ્ - ઇશ્વરોના પણ ઇશ્વર
પરમમ્ - પરમ
મહેશ્વરમ્ - મહેશ્વર
દેવતાનામ્ - દેવતાઓના
ચ - પણ
પરમ્ - પરમ
પતિમ્ - પતિ
ભુવનેશમ્ - ત્રિભુવનના સ્વામી
ઇડ્યમ્ - સ્તુતિ કરવા યોગ્ય
તમ્ - તે
દેવમ્ - પરમાત્માને (અમે)
પરસ્તાદ્ - સૌથી પર રહેલા
વિદામ - જાણીએ છીએ.

ભાવાર્થઃ

પરમાત્મા સૌથી શ્રેષ્ઠ છે. ઇશ્વરોના પણ ઇશ્વર, મહેશ્વર છે. દેવોનાયે દેવ છે. દેવોની દિવ્યતા એમને જ આભારી છે. એ પતિના પણ પતિ, સમસ્ત બ્રહ્માંડના અધિપતિ છે. એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. સર્વથી પર છે. અમે એમનો અનુભવ કર્યો છે. એમને જાણીએ છીએ.

આ શ્લોકના છેલ્લા ચરણના 'વિદામ'- જાણીએ છીએ શબ્દમાં સ્વાનુભવનો નમ્ર છતાં સહેજ અને સંશયરહિત રણકાર સાંભળી શકાય છે. એ રણકાર ખૂબ જ પ્રેરક છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.