हनुमानजी द्वारा लंका में माता सीता की शोध
प्रबिसि नगर कीजे सब काजा । हृदयँ राखि कोसलपुर राजा ॥
गरल सुधा रिपु करहिं मिताई । गोपद सिंधु अनल सितलाई ॥१॥
Prabisi nagar keeje sab kaaja Hriday rakhi kosalapur raja ।
Garal sudha ripu karahi mitaai Gopad sindhu anal sitalaai ॥
गरुड़ सुमेरु रेनु सम ताही । राम कृपा करि चितवा जाही ॥
अति लघु रूप धरेउ हनुमाना । पैठा नगर सुमिरि भगवाना ॥२॥
Garud sumeru renu sam taahi Raam krupa kari chitava jaahi ।
Ati laghu roop dhareu Hamumaana Paitha ngar sumiri bhagawana ॥
मंदिर मंदिर प्रति करि सोधा । देखे जहँ तहँ अगनित जोधा ॥
गयउ दसानान मंदिर माहीं । अति बिचित्र कहि जात सो नाहीं ॥३॥
Mandir mandir prati kari sodha Dekhe jah tah aganit jodha ।
Gayau dasaanan mandir maahee Ati bichitra kahi jaat so naahee ॥
सयन किएँ देखा कपि तेही । मंदिर महुँ न दीखि बैदेही ॥
भवन एक पुनि दीख सुहावा । हरि मंदिर तहँ भिन्न बनावा ॥४॥
Sayan kie dekha kapi tehee Mandir mahu na deekhi baidehee ।
Bhavan ek puni deekh suhaava Hari mandir tah bhinna banaava ॥
(दोहा)
रामायुध अंकित गृह सोभा बरनि न जाइ ।
नव तुलसिका बृंद तहँ देखि हरष कपिराइ ॥ ५ ॥
Raamaayudh ankit gruh sobha barani na jaai ।
Nav tulsika brund tah dekhi harash kapiraai ॥
હનુમાનજી દ્વારા લંકાનગરીમાં સીતાની શોધ
કરો પ્રવેશી પુર સૌ કાજ ઉર રાખી કોશલપુરરાજ;
જેને જુએ કૃપાથી રામ સિદ્ધ થાય તેનાં સૌ કામ.
ગરલ સુધા, રિપુ મિત્ર બને, ગોપદ સિંધુ, અનલ પણ ઠરે
સુમેરુ રજસમ હલકો થાય, રસસાગર તે નિશદિન ન્હાય.
અશક્ય કશુંય ના એને, રામશરણ લીધું જેણે.
અતિ લઘુરૂપ ધરી હનુમાન, ચાલ્યા પુર સ્મરતાં ભગવાન.
મંદિર મંદિર શોધ કરી, સીતા પણ ના ક્યાંય મળી,
દેખ્યા અગણિત સઘળે વીર, ગયા દશાનન-ભવન રુચિર.
રાવણ જોયો નિંદ્રાધીન, બન્યા ન જોતાં સીતા ખિન્ન,
માર્ગે દીઠો સરસ મહેલ, હરિમંદિર ત્યાં અલગ રચેલ.
(દોહરો)
ગૃહ રામાયુધ અંકિત વર્ણવાય ના કેમ,
અભિનવ તુલસી વૃંદ ત્યાં પેખી પ્રગટ્યો પ્રેમ