Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અંધકારના આસુરી આવરણ પણ આખરે તો ફાવ્યાં નહિ : એમના અંતરના અંતરતમને અજવાળતા ચોમરે પ્રકાશ પાથરતા તારા ને ચંદ્ર સુભગ સ્મિત કરતા આકાશમાં ચમકી ઊઠ્યા.

કંટકની પરવા કર્યા વિના ગુલાબની પાંખડી શાંતિનો પરમ સ્વાદ લેતી સમાધિમાં મળી ગઈ : ને નિબિડ અંધકારમાં પણ આગિયા પ્રવાસી બનીને આમતેમ ફરવા માંડ્યા.

વિપત્તિ, વેદના, વિઘ્નોની વચ્ચેથી શાંત મન એ રીતે સ્મિત કરે, આગળ વધે, પોતાનો પ્રકાશ ખોઈ ના બેસે, તોપણ ઘણું છે.

- શ્રી યોગેશ્વરજી