કોઈ મને ઋષિ કહે છે તો કોઈ મુનિ; કોઈ મહામાનવ તો કોઈ મહાત્મા.
કોઈ વળી ફિલસૂફ તો કોઈ કવિ કહીને પણ વખાણે છે.
જેને જે કહેવું હોય તે ભલે કહે : મને તો એક જ વાતનો સંતોષ છે કે જે કામ મને સોંપાયું છે તે હું પૂરા પ્રેમથી કરી રહ્યો છું.
ગીત ગાવાનું, પ્રેમ પ્રસારવાનું, પ્રકાશ પાથરવાનું, રસના રેલા રેલવાનું કામ આજ લગી કર્યું છે તેમ, પ્રામાણિકપણે ને મૂક મને કર્યા કરીશ.
કોઈ મને ભલે ગમે તે કહે, મારા હૃદયની સુવાસિત સુમનમાળાને સજીસજીને તમારે ચરણે ધર્યા કરીશ.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિ બિંદુ)