Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરિતાના સુંદર તટ પર એક આશ્રમ હતો. તેમાં રહેતા સંતે પોતાના પ્રશંસકોને કહ્યું, ‘એક અવસ્થા એવી આવે છે જ્યારે અસત્ય સત્ય બની જાય છે; સત્યના જેવું જણાય છે. સત્ય પછી વાસ્તવિક મટીને કાલ્પનિક બની જાય છે.’

મારા તરફ ફરીને તેમણે પૂછ્યું, કેમ સાચું છે ને ?

મેં નમ્રતાથી ઉત્તર આપ્યો, ‘કોઈને માટે કદાચ એમ હશે, પણ એ કાંઈ સંપૂર્ણ સાચું નથી. સાચી વાત તો એ છે કે એક અવસ્થા એવી આવે છે જ્યારે કેવળ સત્ય જ પ્રકાશી રહે છે, સત્યનો જ સાક્ષાત્કાર થાય છે, કલ્પના અને અસત્યનો અંત આવે છે. અમર સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, નહિ કે અસત્ય.’

મારા ઉત્તરથી પ્રશંસકો તો પ્રસન્ન થયા, પણ વાદળ પાછળનો ચંદ્રમા પણ પ્રસન્નતાપૂર્વક બહાર નીકળ્યો.

રામનવમી
(૫-૪-૧૯૬૦, મંગળવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)