Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુંદરતાનો સ્નેહ છતાં સાત્ત્વિકતાની સુરક્ષા :
અનુરાગની આરાધના છતાં આસક્તિનો અભાવ :
બલ છતાં દયા; સંપત્તિની સાથે સદુપયોગ :
જ્ઞાન છતાં ઘમંડનું નામનિશાન નહિ :
મહત્ત્વાકાંક્ષા છતાં મહાનતા; મહત્ત્વાકાંક્ષાનો મદ નહિ :
નિષ્ફળતા છતાં નિરાશા નહિ :
દુઃખ તથા દર્દ છતાં તેનો ડર નહિ :

જીવનમંદિરની એવી પાવન પ્રતિમાને મારી
પૂજાના ફૂલ અર્પિત હો, સદાને સારુ સમર્પિત હો !

(૧૭-૪-૧૯૬૦, રવિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)