Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુને પ્રાર્થના કરતાં એક પૂજારીએ કહેવા માંડ્યું : ‘નાથ, આ જગતના ક્લેશથી કંટાળી ગયો છું. દુઃખ, દીનતા ને દરિદ્રતા, હરખ ને શોક, જ્યાં ના હોય ત્યાં જ મને જન્માવ્યો હોત તો ઘણું સારું. હવે તો કૃપા કરીને ત્યાં જ - એવા જગતમાં જ લઈ જાવ.’

પ્રભુએ ઉત્તર આપ્યો, ‘ભાઈ, જ્યાં જગત છે ત્યાં વિરોધી વાતાવરણ ને એ બધું જ છે માટે તારે જીવવું જ હોય તો એવું જગત તો હમણાં ક્યાંય નથી, ને થવાની સંભાવના પણ નથી. જ્યાં છે ત્યાં રહીને જીવવાની કળા જ જાણી લે.’

પૂજારીનું સ્વપ્ન પૂરું થયું ને એની આંખ ઊઘડી ગઈ.

(૨૫-૪-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)