Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક આચાર્યે પોતાના બે શિષ્યોને મૃત્યુ વખતે અંતિમ ઉપદેશ આપ્યો કે ધરતી માતા છે, એ વાતને નિરંતર યાદ રાખજો, એમ માનીને વર્તન કરજો.

આચાર્ય તો પછી શરીર છોડીને ચાલતા થયા.

એમના અવસાન પછી એક શિષ્યે ધરતીને માતા માનીને રોજ વંદન કરવાનું વ્રત લીધું; બીજાએ ધરતી પરનું પોતાનું જીવન ઉજ્જવળ ને ઉત્તમ થાય, એ રીતે ધરતીને માટે પોતે આશીર્વાદરૂપ નહિ તો અભિશાપરૂપ તો ના જ થાય તે માટે તકેદારી રાખી.

(૨૬-૪-૧૯૬૦, મંગળવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)