Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા મકાનના એકાંત ઓરડામાં એક નાનો દીપક હતો. હતો નાનો પણ ચારેકોર પ્રકાશ પાથરતો. આખાયે આવાસને માટે આશીર્વાદરૂપ એ દીપક ખરેખર કીમતી હતો..

પરંતુ થોડીવારમાં તો તેનું તેલ ખૂટ્યું, ને એની જ્યોતિ જરા ઝાંખી પડી ગઈ.

મારા સ્નેહીજને આવીને તેમાં તરત તેલ પૂરી દીધું. હા, દીપકની જ્યોતિ માટે તેલ ચાલુ રાખવું જોઈએ.

સેવાનો સનાતન દીપક પણ જ્યારે ઝાંખો થાય ત્યારે તેમાં તમારું પવિત્ર પ્રેરણાતેલ નાખી દેજો, પ્યારા પ્રભુ ! સેવાનો સનાતન દીપક પણ જગતમાં જ્યારે મંદ પડે. મારું જીવન ભલે એ માટે જલ્યા કરે !

એ જોઈને મારા કવિહૃદયે કવિતા કરી.

(૭-૫-૧૯૬૦, શનિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)