Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શોષણ, સ્વાર્થ, અન્યાય, અત્યાચાર, યુદ્ધથી જરાજીર્ણ થયેલી, અશાંત બનેલી અવનીને આવો, આપણે એકઠા થઈએ, પરિશ્રમ કરીએ, ને શાંત તથા સુખી કરીએ; વિષની વેદનાવાળી અંધારી અવનીને અજવાળીને અમૃતમય કરીએ.

હાથમાં હાથ મિલાવીશું તો બધું જ થઈ શકશે; કશું જ બાકી નહિ રહે. અંદર અંદરના મતભેદ, ક્લેશ, કુસંપને કાઢી નાખીને આવો, ધરતીને સમૃદ્ધ કરીએ, આનંદપૂર્વક જીવવાનો લહાવો લઈએ. મહીના મંગલ માટે આવો, સંપ, સહકાર, શ્રમ, માનવતાના મહાધર્મનો લહાવો લઈએ.

(૧૦-૫-૧૯૬૦)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)