ઉત્તરરામચરિતના વાચન પછી વિદ્વાનોમાંના કેટલાક માને છે કે કાલિદાસ કરતાં ભવભૂતિ એમાં આગળ વધી જાય છે. કવિ તરીકે ભવભૂતિનું આસન અનેરું ઊંચું લાગે છે.
મારી કવિતાને માણ્યા પછી પણ, કેટલાક કહે છે કે તમારી વિરાટ વિશ્વકવિતા કરતાં મારી કવિતા વધારે રસાળ છે, અને એ રીતે કવિ તરીકે તમારા કરતાં મારું આસન ઊંચું છે.
પણ એમને શી ખબર કે મારી અનેકાનેક કવિતા તમારી જ છે; હું પોતે પણ તમારી કવિતાકળાના નમૂનારૂપ જ છું.
મારી પાસે તમારાથી અલગ એવું કશું છે જ નહિ. વાંસળી તમારી, વાંસનું વન પણ તમારું, વગાડનાર તમે, આ વિશ્વવિમોહન વાદન પણ તમારું ને તમારું જ છે. તેની તેમને ખબર નથી.
(૨૧-૫-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

