મંદમંદ મીઠો વાયુ વાતો હતો ત્યારે પર્વત પાછળથી શરદપૂનમના ચંદ્રમાનો ઉદય થયો. આકાશ અને ગ્રહનક્ષત્રમાં બધે જ એથી અવનવો આનંદ ફરી વળ્યો....અમૃતનો અભિષેક થયો.
ધરતીનું હૈયું એ જોઈને સળવળી ઊઠ્યું. એણે પ્રાર્થના કરી, ‘મારા પ્રભુ, મને પણ આનંદ આપે, મારા અંતરમાં, અણુઅણુમાં અમી રેલે, એવું કાંઈક મારા પટ પર પણ પ્રકટાવો....જેથી મારું જીવન અનેરું બને !’
તે દિવસથી કહે છે કે પૃથ્વી પર બે પદાર્થો પ્રકટ થયા. એક તો શિશુ ને બીજા સંત.
બંનેને જોઈને આભ અને ધરતી હિલોળે ચઢ્યાં.
(૨૪-૫-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

