if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટલીક કલાત્મક, કોમળ, કમનીય કલ્યાણકારક છે તારી કવિતા ! વિરાટ વિશ્વના રૂપમાં જે તારી કાવ્યાત્મક કૃતિ, અથવા તો તત્ત્વવેત્તાઓ કહે છે તેમ, તારા અંતરની આકૃતિ અથવા આવૃત્તિ રજૂ થઈ છે, તે કેટલી બધી સરસ, સનાતન, સર્વાંગસુંદર છે ! એમાં કવિતાના નવ રસ કરતાંયે વધારે રસ છે. જેમજેમ જોતાં શીખું છું તેમતેમ, તારી કૃતિની કઠોરતા કે કરાલતાનો પણ મને પરિચય થાય છે.

મારે એ જ કહેવાનું છે કે તારી આ વિરાટ વિશ્વકવિતાને વધારે કમનીય કે કલ્યાણકારક કરી શકું તે માટે મને તારી મહાન કવિતા કરી દે : મારા રોમરોમમાં પૃથ્વીનો પ્રેમ, સૃષ્ટિની શાંતિ, જગતના જીવનની જડીબુટ્ટી ભરી દે : મારી અંદર તું પોતે જ પ્રકટ થઈને સંસારમાં સનાતન સુખાકારી ને શાંતિસ્થાપનાના તારા કલ્યાણકારક કામને પૂરું કરી લે ! તારી વિરાટ વિશ્વકવિતાની ખૂટતી કડીરૂપે તું મારો - મારા જરી જેટલા જીવનનો ભલે ઉપયોગ કરી લે !

(૧૦-૬-૧૯૬૦, શુક્રવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.