જીવનમાં પ્રતિકૂળતાની અનુકૂળતા થાય, પાનખરની વસંત, ગ્રીષ્મની વર્ષા; શત્રુ હોય તે સુહૃદ બની જાય, એવો વખત પણ આવે જ્યારે બધે બહુમાન થાય, પૂજન થાય, પ્રખ્યાતિની ફોરમ ફેલાઈ જાય; જીવનમાં જે જે ઈચ્છવામાં, ચાહવામાં કે ઝંખવામાં આવે, તેની સત્વર સિદ્ધિ થાય.
એવે વખતે મોટા ભાગના માનવોનાં મગજ ભલે ભમી જાય, તેમની વૃત્તિ ભલે વિપરીત તથા વિકૃત થાય; મારું મન તો એવે વખતે પણ સ્થિરતાનો ત્યાગ ના કરે, અહંકારી ના બને, કુપંથે પ્રયાણ ના કરે:
એ બધું તમારા પ્રતાપને લીધે જ છે એ વાતને એ કદીપણ ના વિસરે !
(૧૪-૬-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

