Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મને પૂછો છો, હાલ કોનું રાજ ચાલે છે, તો શું તમને તેની ખબર નથી ? બ્રિટીશ શાસન તો સમાપ્ત થયું, કોંગ્રસનું ચાલે છે, ને વળી બીજા પક્ષો ભવિષ્યમાં સત્તાને સર કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ભારતની અવસ્થા આવી છે, જ્યારે બહારના બીજા દેશોમાં જુદીજુદી જાતનાં શાસનો ચાલી રહ્યાં છે.

પરંતુ મારા પ્રાણ પર, મારા હૃદયમાં, રોમેરોમમાં એક તમારું જ રાજ ચાલી રહ્યું છે. તમારા વિના બીજા કોઈનીયે આણ ત્યાં નથી વરતાતી. તમે જ ત્યાં વિરાજો છો, વિહરો છો, રમો છો.

તમે જાણો છો, સારીપેઠે જાણો છો, હાલ કોનું રાજ ચાલી રહ્યું છે; તોપણ મને પૂછો છો ?

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)