रामराज्य – एक आदर्श राजव्यवस्था
भूमि सप्त सागर मेखला । एक भूप रघुपति कोसला ॥
भुअन अनेक रोम प्रति जासू । यह प्रभुता कछु बहुत न तासू ॥१॥
सो महिमा समुझत प्रभु केरी । यह बरनत हीनता घनेरी ॥
सोउ महिमा खगेस जिन्ह जानी । फिरी एहिं चरित तिन्हहुँ रति मानी ॥२॥
सोउ जाने कर फल यह लीला । कहहिं महा मुनिबर दमसीला ॥
राम राज कर सुख संपदा । बरनि न सकइ फनीस सारदा ॥३॥
सब उदार सब पर उपकारी । बिप्र चरन सेवक नर नारी ॥
एकनारि ब्रत रत सब झारी । ते मन बच क्रम पति हितकारी ॥४॥
(दोहा)
दंड जतिन्ह कर भेद जहँ नर्तक नृत्य समाज ।
जीतहु मनहि सुनिअ अस रामचंद्र कें राज ॥ २२ ॥
રામરાજ્યનું વર્ણન
ભૂમિ સપ્તસાગર મેખલા ભૂપ હતા રઘુપતિ એકલા;
જેના રામે લોક અનેક એની પ્રભુતા અદભુત છેક.
મહિમા પ્રભુનો જે જાણે વર્ણન હીન જ તે માને;
મહિમા સમજે કિંચિત જે પ્રભુની પ્રીત જ માણે તે.
ફળ મહિમાના જ્ઞાનતણું લીલા, મુનિવર કહે ઘણું.
પરોપકારી સર્વ ઉદાર વિપ્રચરણ સેવક નરનાર;
પુરુષ એકપત્ની વ્રતવાન, સ્ત્રીને પણ પતિહિતનું જ્ઞાન.
(દોહરો)
રામરાજ્યમાં સુખ તથા ઐશ્વર્ય હતું જે,
શેષ શારદા પણ શકે વર્ણવી નહીં તે.
યતિના કરમાં દંડ ને નર્તક પાસે ભેદ,
રામરાજ્યમાં જીતવો રહ્યો મનતણો ખેદ.