Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

हनुमान श्रीराम के पराक्रमों की कथा सुनाते है
 
प्रातकाल सरऊ करि मज्जन । बैठहिं सभाँ संग द्विज सज्जन ॥
बेद पुरान बसिष्ट बखानहिं । सुनहिं राम जद्यपि सब जानहिं ॥१॥
 
अनुजन्ह संजुत भोजन करहीं । देखि सकल जननीं सुख भरहीं ॥
भरत सत्रुहन दोनउ भाई । सहित पवनसुत उपबन जाई ॥२॥
 
बूझहिं बैठि राम गुन गाहा । कह हनुमान सुमति अवगाहा ॥
सुनत बिमल गुन अति सुख पावहिं । बहुरि बहुरि करि बिनय कहावहिं ॥३॥
 
सब कें गृह गृह होहिं पुराना । रामचरित पावन बिधि नाना ॥
नर अरु नारि राम गुन गानहिं । करहिं दिवस निसि जात न जानहिं ॥४॥
 
(दोहा)
अवधपुरी बासिन्ह कर सुख संपदा समाज ।
सहस सेष नहिं कहि सकहिं जहँ नृप राम बिराज ॥ २६ ॥

*
MP3 Audio

*
 
હનુમાન રામના પરાકમો વર્ણવે છે
 
(દોહરો)
સવારમાં સરયૂમહીં સ્નેહે સ્નાન કરી,
સજ્જનસાથ સભામહીં વિરાજતા રસથી.
 
વેદપુરાણતણી કથા વસિષ્ઠ મુનિ કથતા,
રામ જાણતા સૌ છતાં શાંતિથકી સુણતા.
 
બંધુ સાથ જમતા સુખી દેખી માત થતી,
શત્રુધ્ન ભરત પવનસુત ઉપવન જતા પછી.
 
રામકથાને પૂછતા કહેતા તે હનુમાન,
સુણતાં અતિસુખ પામતા, તૃપ્ત થતો ના પ્રાણ.
 
પુરાણ પ્રતિગૃહ રામનાં ચરિત પવિત્ર થતાં,
દિવસરાત ના જાણતાં ગુણકીર્તન કરતાં.
 
અવધપુરીવાસીતણી સુખસંપત્તિ અપાર,
સહસ્ત્રમુખ ના વર્ણવી શકે શેષ કદીકાળ.