Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सनकादि मुनि द्वारा श्रीराम की स्तुति
 
सुनि प्रभु बचन हरषि मुनि चारी । पुलकित तन अस्तुति अनुसारी ॥
जय भगवंत अनंत अनामय । अनघ अनेक एक करुनामय ॥१॥
 
जय निर्गुन जय जय गुन सागर । सुख मंदिर सुंदर अति नागर ॥
जय इंदिरा रमन जय भूधर । अनुपम अज अनादि सोभाकर ॥२॥
 
ग्यान निधान अमान मानप्रद । पावन सुजस पुरान बेद बद ॥
तग्य कृतग्य अग्यता भंजन । नाम अनेक अनाम निरंजन ॥३॥
 
सर्ब सर्बगत सर्ब उरालय । बससि सदा हम कहुँ परिपालय ॥
द्वंद बिपति भव फंद बिभंजय । ह्रदि बसि राम काम मद गंजय ॥४॥
 
(दोहा)
परमानंद कृपायतन मन परिपूरन काम ।
प्रेम भगति अनपायनी देहु हमहि श्रीराम ॥ ३४ ॥
 
મુનિઓ શ્રીરામની સ્તુતિ કરે છે
 
(દોહરો)
પ્રભુનાં વચનોને સુણી હરખ્યા મુનિવર ચાર,
પુલકિત તનથી સ્તુતિ રહ્યા કરી ભાવ અનુસાર.
*
જય ભગવંત અનંત અનામય, અનઘ અનેક એક કરુણામય;
જય નિર્ગુણ જય જય ગુણસાગર, સુખમંદિર સુંદર અતિનાગર,
જય ઈન્દિરારમણ જય ભૂધર, અનુપમ અજ અનાદિ શોભાભર.
 
જ્ઞાનનિધાન અમાન માનપ્રદ વેદપુરાણ વિહિત પાવન યશ,
તજ્ઞ કૃતજ્ઞ અજ્ઞતાભંજન અનેકનામ અનામ નિરંજન.
 
સર્વ સર્વગત સર્વ ઉરાલય વસો, અમોને પાળો રસમય !
દ્વંદ્વ વિપદ કાપો ભવકંદ કરો કામમદ મમતા અંત.
 
(દોહરો)
પરમાનંદ કૃપાયતન પૂરણ કરતા કામ,
પ્રેમભક્તિ અવિચળ સદા આપો અમને રામ !