Uttar Kand
Vasistha meet Ram
वशिष्ठ श्रीराम को मिले
एक बार बसिष्ट मुनि आए । जहाँ राम सुखधाम सुहाए ॥
अति आदर रघुनायक कीन्हा । पद पखारि पादोदक लीन्हा ॥१॥
राम सुनहु मुनि कह कर जोरी । कृपासिंधु बिनती कछु मोरी ॥
देखि देखि आचरन तुम्हारा । होत मोह मम हृदयँ अपारा ॥२॥
महिमा अमित बेद नहिं जाना । मैं केहि भाँति कहउँ भगवाना ॥
उपरोहित्य कर्म अति मंदा । बेद पुरान सुमृति कर निंदा ॥३॥
जब न लेउँ मैं तब बिधि मोही । कहा लाभ आगें सुत तोही ॥
परमातमा ब्रह्म नर रूपा । होइहि रघुकुल भूषन भूपा ॥४॥
(दोहा)
तब मैं हृदयँ बिचारा जोग जग्य ब्रत दान ।
जा कहुँ करिअ सो पैहउँ धर्म न एहि सम आन ॥ ४८ ॥
વશિષ્ઠ મુનિ રામ પાસે આવે છે
(દોહરો)
મુનિ વસિષ્ઠ શ્રીરામની પાસ પછી આવ્યા,
ચરણામૃત લેતાં તરત રામે સત્કાર્યાં.
બોલ્યા મુનિ, વિનતી સુણો કૃપાસિંધુ શ્રીરામ,
મોહ તમારા થાય છે વર્તનથી અભિરામ.
અનંત મહિમા આપનો વેદ જાણતા ના,
કેમ કરી વાણી કહે મારી તેને આ ?
પુરોહિતપણું નીચ છે નીંદે વેદપુરાણ,
તેથી તેમાં ના ગયું સહેજે મારું ધ્યાન.
બ્રહ્માએ મુજને કહ્યું, લાભ થશે ભારે,
રઘુકુળભૂષણ નૃપ થશે પરમાત્મા જ્યારે.
ત્યારે વિચાર મેં કર્યો, યોગ યજ્ઞ વ્રત દાન,
થાય જેમને કાજ તે મળશે જગના પ્રાણ.