if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

स्वयं अनुभव होने पर संशय का निवारण होता है
 
मैं पुनि अवध रहेउँ कछु काला । देखेउँ बालबिनोद रसाला ॥
राम प्रसाद भगति बर पायउँ । प्रभु पद बंदि निजाश्रम आयउँ ॥१॥
 
तब ते मोहि न ब्यापी माया । जब ते रघुनायक अपनाया ॥
यह सब गुप्त चरित मैं गावा । हरि मायाँ जिमि मोहि नचावा ॥२॥
 
निज अनुभव अब कहउँ खगेसा । बिनु हरि भजन न जाहि कलेसा ॥
राम कृपा बिनु सुनु खगराई । जानि न जाइ राम प्रभुताई ॥३॥
 
जानें बिनु न होइ परतीती । बिनु परतीति होइ नहिं प्रीती ॥
प्रीति बिना नहिं भगति दिढ़ाई । जिमि खगपति जल कै चिकनाई ॥४॥
 
(सोरठा)
बिनु गुर होइ कि ग्यान ग्यान कि होइ बिराग बिनु ।
गावहिं बेद पुरान सुख कि लहिअ हरि भगति बिनु ॥ ८९(क) ॥
 
कोउ बिश्राम कि पाव तात सहज संतोष बिनु ।
चलै कि जल बिनु नाव कोटि जतन पचि पचि मरिअ ॥ ८९(ख) ॥
 
પ્રતિતી વિના સંશય ન જાય
 
રહી અધિક અવધમહીં કાળ જોઈ લીલા વિવિધ રસાળ,
રામપ્રસાદ ભક્તિવર લઈ આવ્યો મુજ આશ્રમમાં ફરી.
 
મળી જ્યારથી પ્રભુછાયા વ્યાપી ના મુજને માયા;
અપનાવ્યો પ્રભુએ સપ્રેમ માયા પછી વશ કરે કેમ ?
 
હરિમાયાએ નચવ્યો નાચ તેની કથા કહી મેં સાચ;
નિજ અનુભવને કહું ખગેશ, વિણ હરિભજન ન છૂટે ક્લેશ.
પ્રભુતા રામતણી ન જરાય રઘુપતિકૃપા વિના સમજાય.
 
સમજ્યા વિના પ્રતીતિ ન થાય, પ્રીતિ પ્રતીતિ વિના ન જરાય;
ભક્તિ પ્રીતિવિણ દૃઢ ના બને, ચિકાશ જળવિણ ક્યાંથી જળે ?
 
(દોહરો)
જ્ઞાન ગુરુ વિના થાય શે, વિરતિ વિના શે જ્ઞાન,
હરિભક્તિ વિના સુખ નહીં, ગાયે વેદ પુરાણ.
 
સ્વાભાવિક સંતોષ વિણ પામે કો વિશ્રામ,
કોટિ યત્ન મરતાંય ના જલવિણ ચાલે નાવ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.