Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

काकभुशुंडी की रामकथा से गरुडजी का संशय मिटा
 
सुनि भुसुंडि के बचन सुहाए । हरषित खगपति पंख फुलाए ॥
नयन नीर मन अति हरषाना । श्रीरघुपति प्रताप उर आना ॥१॥
 
पाछिल मोह समुझि पछिताना । ब्रह्म अनादि मनुज करि माना ॥
पुनि पुनि काग चरन सिरु नावा । जानि राम सम प्रेम बढ़ावा ॥२॥
 
गुर बिनु भव निधि तरइ न कोई । जौं बिरंचि संकर सम होई ॥
संसय सर्प ग्रसेउ मोहि ताता । दुखद लहरि कुतर्क बहु ब्राता ॥३॥
 
तव सरूप गारुड़ि रघुनायक । मोहि जिआयउ जन सुखदायक ॥
तव प्रसाद मम मोह नसाना । राम रहस्य अनूपम जाना ॥४॥
 
(दोहा)
ताहि प्रसंसि बिबिध बिधि सीस नाइ कर जोरि ।
बचन बिनीत सप्रेम मृदु बोलेउ गरुड़ बहोरि ॥ ९३(क) ॥ 
 
प्रभु अपने अबिबेक ते बूझउँ स्वामी तोहि ।
कृपासिंधु सादर कहहु जानि दास निज मोहि ॥ ९३(ख) ॥
 
કાકભુશુંડિજીની કથાથી ગરુડજીના સંશયનું નિવારણ
 
(દોહરો)
ભુશુંડિના શબ્દો સુણી ખગપતિ હરખાયા,
નયન ભરાયાં, રામનો પ્રતાપ ઉર લાવ્યા.
 
પૂર્વમોહને તરત એ પસ્તાયા સ્મરતાં,
માનવ માન્યા બ્રહ્મને ભ્રાંતિમહીં પડતાં.
 
કાગપદે પ્રેમે કર્યા ઢાળી શીશ પ્રણામ,
પ્રેમ વધાર્યો ભક્તના રૂપે જાણી રામ.
*
ગુરુવિણ ભવનિધિ તરે ન કોય છો વિરંચિ શંકરસમ હોય;
સંશયસર્પે મુજને ગ્રસ્યો, કુતર્ક લહરે અતિશય કસ્યો.
 
દિવ્ય ગારુડી તમે બન્યા, જીવનદાયક મારા થયા;
મોહ કૃપાથી પામ્યો નાશ રામરહસ્ય જણાયું ખાસ.
 
(દોહરો)
પ્રશંસા કરી વિવિધ વિધિ કરતાં પ્રેમપ્રણામ,
ગરુડ નમ્રતાને ધરી પ્રેમે બોલ્યા વાણ.
 
અવિવેકથકી આપને પૂછું સ્વામી હે,
કૃપાસિંધુ સ્નેહે કહો સેવક જાણીને.