Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामकथा किसे सुनानी चाहिए
 
मति अनुरूप कथा मैं भाषी । जद्यपि प्रथम गुप्त करि राखी ॥
तव मन प्रीति देखि अधिकाई । तब मैं रघुपति कथा सुनाई ॥१॥
 
यह न कहिअ सठही हठसीलहि । जो मन लाइ न सुन हरि लीलहि ॥
कहिअ न लोभिहि क्रोधहि कामिहि । जो न भजइ सचराचर स्वामिहि ॥२॥
 
द्विज द्रोहिहि न सुनाइअ कबहूँ । सुरपति सरिस होइ नृप जबहूँ ॥
राम कथा के तेइ अधिकारी । जिन्ह कें सतसंगति अति प्यारी ॥३॥
 
गुर पद प्रीति नीति रत जेई । द्विज सेवक अधिकारी तेई ॥
ता कहँ यह बिसेष सुखदाई । जाहि प्रानप्रिय श्रीरघुराई ॥४॥
 
(दोहा)
राम चरन रति जो चह अथवा पद निर्बान ।
भाव सहित सो यह कथा करउ श्रवन पुट पान ॥ १२८ ॥

*
MP3 Audio

*
 
રામકથા કોને કહેવી જોઇએ ?
 
મતિ અનુસાર કથા મેં ભાખી જોકે પ્રથમ ગુપ્ત કરી રાખી;
મનમાં પ્રીતિ અધિકતા ભાળી કથા રામની સુખદ સુણાવી.
 
હઠગ્રહી શઠમાનવ જે સુણે ન મનથી લીલાને,
લોભી ક્રોધી કામી હોય ભજે ન પ્રભુને પંડિત તોય.
 
બ્રાહ્મણ દ્રોહી સુરપતિ હોય કથા કહે તેને ના તોય;
તેનો રામકથા અધિકાર જેને સત્સંગતિ પર પ્યાર.
 
ગુરુપદ પ્રીતિ નીતિરત જે દ્વિજસેવક અધિકારી તે,
રઘુપતિ પ્રિય છે પ્રાણથકી તેને સુખકર કથા નકી.
 
(દોહરો)
રામચરણરતિ ને ચહે અથવા પદનિર્વાણ,
ભાવસહિત તે આ કથા કરે શ્રવણ પુટપાન.