if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Ganga's affection}

King Bhagirath performed arduous penance in Himalayas for his ancestors. After many years of penance, Bhagirath was able to please holy Ganges. Bhagirath requested Ganga to come down on earth for the better state of his departed ancestors, who passed away due to Sage Kapil's wrath.  Ganga agreed but expressed apprehension that her force would be too difficult for anyone to hold on earth except Lord Shiva. So Bhagirath went to Kailash and pleased Lord Shiva.
When King Bhagirath worshiped Ganga, she came down on earth and Lord Shiva hold her in his hair locks. Lord Shiva, then slowly let her flow on the earth. Bhagiratha's penance thus became instrumental in his ancestor's posthumous well beings.

{/slide}

પોતાના પૂર્વજોના પરિત્રાણ માટે ભગવતી ભાગીરથીની આરાધના માટે આતુર બનેલા રાજા ભગીરથે ઋષિમુનિ પંડિત, સિદ્ધ સાધકજનસેવિત, હિમાલય પર્વતના પુણ્યપ્રદેશમાં પ્રવેશ કર્યો.

એ પુણ્યપ્રદેશ અનેકવિધ આકારોવાળાં ધાતુમય શિખરોથી સુશોભિત હતો. તેની ચારે બાજુ મેઘોનો વિસ્તાર હતો. નદીઓ, કુંજો, માંડવાઓ અને મહાલયોથી તે શોભી રહ્યો હતો. ગુફાઓ અને કોતરોમાં સંતાયેલા સિંહો અને વાઘોનો ત્યાં નિવાસ હતો. વિચિત્ર અંગવાળા વિવિધ રીતે મધુર સ્વરથી ગાન કરતાં પંખીઓથી, કોયલોથી, આંખના શ્યામલ છેડાવાળાં ચકોરોથી અને પુત્રપ્રિય પક્ષીઓથી તે પર્વત શોભા ધારણ કરી રહ્યો હતો. રમણીય જલાશયોમાં ખીલેલી કમલિનીઓથી ભરપૂર હતો. સારસોના સુમધુર સ્વરોથી સુશોભિત તે પર્વતના શિલાતલોને કિન્નરો અને અપ્સરાઓ સેવતાં હતાં. એનાં વૃક્ષોને દિગ્ગજો દંતશૂળોની અણીથી ચોમેરથી ઘસતા હતા. ત્યાં વિદ્યાધરો નિવાસ કરતા. તે વિવિધ રત્નોથી ભરેલો હતો. ભયંકર ઝેરવાળા અને ભયંકર જિહવાવાળા સર્પોનો ત્યાં નિવાસ હતો. ક્યાંક તે સુવર્ણના ઢગ જેવો હતો, ક્યાંક ચાંદી જેવો અને ક્યાંક અંજનના સમૂહ જેવો હતો. ત્યાં ફળ, મૂળ અને જણનો આહાર કરીને એ નરશ્રેષ્ઠે સહસ્ત્ર વર્ષો સુધી તપશ્ચર્યા કરી. જ્યારે સહસ્ત્ર દિવ્ય વર્ષો પસાર થઇ ગયાં. ત્યારે મહાનદી ગંગાએ પોતે મૂર્તિમાન થઇને તેને દર્શન આપ્યાં.

માતા ગંગાએ એની આકાંક્ષાની અભિવ્યક્તિ માટે પૂછયું તો એણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મારા પિતામહો યજ્ઞના અશ્વને શોધી રહેલા ત્યારે મહર્ષિ કપિલના ક્રોધથી એ એક પળમાં જ મૃત્યું પામ્યા. એમના સ્થૂળ અવશેષની ભૂમિ તમારા અમૃતપાણીથી પવિત્ર નહિ થાય ત્યાં સુધી તેમની સદગતિ નહિ થઇ શકે. તમે મારા તે પિતૃઓને સ્વર્ગમાં લઇ જઇને સર્વોત્તમ સદગતિ પ્રદાન કરો એવી મારી પ્રાર્થના છે.

ભગીરથીના શબ્દોને સાંભળીને ગંગાએ જણાવ્યું કે હું તારી મંગલ મનોકામનાને પૂર્ણ કરવા તૈયાર છું પરંતુ એને માટે એક મુશ્કેલી છે. મારો પ્રવાહ અતિશય પ્રબળ અથવા વેગવાન અને અસહ્ય છે. હું જ્યારે આકાશમાંથી પૃથ્વી પર પડતી હોઇશ ત્યારે મારા અસાધારણ વેગને કોણ રોકી શકશે ? પૃથ્વી એના આઘાતથી હાલી ઊઠશે ને ફાટી જશે. મારા અસાધારણ વેગને સફળતા સહિત સહવાની શક્તિ નીલકંઠ ભગવાન શંકર સિવાય બીજા કોઇમાં નથી. તું તેમને પ્રસન્ન કરીને તેમની કૃપાની કામના કર. તે મને પોતાના મસ્તક પર ધારણ કરશે અને એવી રીતે તારી મનોકામનાની પૂર્તિ થશે.

ગંગાના સુખદ સ્પષ્ટીકરણથી ભગીરથનો માર્ગ મોકળો બન્યો.

એ પ્રસન્નતાપૂર્વક ભગવાન શંકરના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર પહોંચ્યો.

ત્યાં સુદૃઢ સંકલ્પ તથા શ્રદ્ધાભક્તિ સહિત સુદીર્ઘ સમયપર્યંત તપશ્ચર્યાનો આધાર લઇને એણે ભગવાન શંકરને પ્રસન્ન કર્યા.

એની અસાધારણ શ્રદ્ધાભક્તિથી પ્રસન્ન બનીને ભગવાન શંકરે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરવાની તૈયારી બતાવી એથી એને સંપૂર્ણ સંતોષ થયો. એના કલ્યાણકાર્યની પૂર્વભૂમિકા એવી રીતે તૈયાર થઇ ગઇ.

એણે માતા ગંગાનું શાંતિથી સ્તુતિસહિત સ્મરણ કર્યું. એટલે ગંગાએ ભગવાન શંકરને નિહાળીને નીચે પડવા માંડયું.

ભગવાન શંકરે ગંગાના પ્રબળ પ્રવાહને પોતાની સુવિશાળ જટામાં ઝીલી લીધો.

ભગીરથ ગંગાના પવિત્ર પ્રવાહ સાથે સમુદ્રતટ પાસે પહોંચ્યો.

પોતાના દુર્ગતિપ્રાપ્ત પિતૃઓના પરિત્રાણની એની આકાંક્ષા એવી રીતે પરિપૂર્ણ થઇ.

ભગીરથની કથા સૂચવે છે કે પુત્ર જો સુપુત્ર હોય તો પોતાના પિતૃઓનો પુનરુદ્ધાર કરી શકે. પ્રત્યેક પુત્ર સુપુત્ર બને, ઠરે, અને રહે એ આવશ્યક છે.

ગંગાના પ્રવાહને પરમાત્માનો પરમ વિચિત્ર પ્રેમકરુણાપ્રવાહ કહીએ તો કહી શકાય કે એ પ્રવાહને સફળતાસહિત પ્રસન્નતાપૂર્વક પરિપૂર્ણપણે ઝીલવા માટે માનવે શંકર એટલે પરમ કલ્યાણકારક દેવતુલ્ય બનવું જોઇએ. તપસ્વી ભગીરથની પેઠે તપશ્ચર્યા કરીને જીવનની સર્વોચ્ચ વિકાસાવસ્થા પર પહોંચીને પોતાની અંદર દબાયલી દિવ્યતાને પ્રગટાવવી જોઇએ. એમ થતાં જીવન જ્યોતિર્મય બને, એનો સમુદ્ધાર દૂર ના રહે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.