if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Jayadrath kidnap Draupadi}

Once Jayadrath, son of Vrudhkshatra was headed towards Kingdom of Shalva. On his way, he saw Draupadi. At that time Pandavas were out in the forest for hunt and Draupadi was alone. Jayadrath was at once fascinated by her beauty and desired her. Jayadrath sent his friend Kotikasya to know more about her. Draupadi welcomed Kotikasya and gave her introduction. She also told him that Pandavas have gone in the forest for hunt and were about to return. She told Kotikasya and his friends to be their guest and have food. Kotikasya went back to Jayadrath and told everything.

Jayadrath went along with his friends to Draupadi's forest hut. Jayadrath advised her that it was not proper for her to stay in forest with Pandavas and instead she should come with him and enjoy all material and stately pleasures. Draupadi negated his offer but Jayadrath was adamant. He tried to take Draupadi by force. Draupadi's efforts to protect herself proved incapable against the might of Jayadrath. Sage Dhaumya, who was nearby, requested Jayadrath to leave her but Jayadrath ignored Sage Dhaumya's advise and took Draupadi by force. When Pandavas returned, they got the news of Draupadi's kidnapping so they followed Jayadrath.  

{/slide}

પાંડવો પુષ્કળ મૃગોવાળા કામ્યક વનમાં દેવોની જેમ વિહાર કરતા હતા. તેઓ ચોમેર આવેલા જાતજાતના વનવિભાગોને તથા ઋતુકાળ પ્રમાણે થયેલાં સુંદર પુષ્પોથી રળિયામણી લાગતી અનેક વનરાજિઓને જોતા હતા. ઇન્દ્રના જેવા મૃગયાશીલ પાંડવો તે મહાવનમાં વિચરીને વિહાર કરતા હતા.

એકવાર ઉજ્જવલ તપસ્વી મહર્ષિ તૃણાબિન્દુની તથા ધૌમ્ય પુરોહિતની આજ્ઞાથી દ્રૌપદીને આશ્રમમાં મૂકીને શત્રુનું દમન કરનારા પુરુષસિંહ પાંડવો મૃગયા કરવા માટે એકી વખતે ચારે દિશાઓમાં વિદાય થયા.

એ વખતે સિંધુપ્રદેશનો રાજા મહાયશસ્વી વૃધક્ષત્રનો પુત્ર જયદ્રથ વિવાહની ઇચ્છાથી શાલ્વદેશ તરફ જઇ રહ્યો હતો. રાજાને યોગ્ય એવા મોટા રસાલાથી તે વીંટળાયેલો હતો. અનેક રાજાઓ સાથે તે કામ્યક વનમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે દ્રૌપદીને નિર્જન વનમાં આશ્રમના આંગણામાં ઊભી રહેલી જોઇ. દેહકાંતિથી ઝગમગતી અને અનુપમ રૂપને ધારણ કરતી તે, વીજળી જેમ નીલમેઘને પ્રકાશમાન કરે તેમ, એ વનભાગને શોભાવી રહી હતી.

આ અપ્સરા હશે, દેવકન્યા હશે કે દેવે નીર્મેલી માયા હશે ? એમ વિચારમાં પડીને એ અનિન્દિતાને સૌ હાથ જોડીને જોવા લાગ્યા. સિંધુપ્રદેશનો તે રાજા, દુરાત્મા વૃધક્ષત્રનો પુત્ર જયદ્રથ, દ્રૌપદીને જોઇને વિસ્મય પામ્યો. કામથી મોહિત થઇને તેણે કોટિકાસ્ય રાજાને કહ્યું કે મને જો આ અતિસુંદર સ્ત્રી મળી જાય તો પછી મારે વિવાહનું કાંઇ જ પ્રયોજન રહે નહીં. હું તો એને લઇને પાછો સ્વસ્થાને ચાલ્યો જઇશ. આ સુંદરી જો મારો સ્વીકાર કરે તો એ શ્રેષ્ઠ સુંદરીને પામીને હું કૃતાર્થ થઉં. તું જા અને જાણી લાવ કે એનો સ્વામી કોણ છે ?

જયદ્રથના શબ્દોને સાંભળીને કુંડલધારી કોટિકાસ્ય રથમાંથી નીચે ઊતરી પડયો.

એણે દ્રૌપદીને અતિશય ઉત્સાહપૂર્વક પોતાનો અને જયદ્રથનો પરિચય પ્રદાન કર્યો.

દ્રૌપદીએ કદંબની ડાળીને છોડી દીધી, અને સ્ત્રીસહજ સંકોચને અનુભવીને પોતાના રેશમી વસ્ત્રને સરખું કરીને પોતાનો પરિચય આપવા માંડયો. એણે એમ પણ જણાવ્યું કે વનના વિવિધ વિભાગોમાં મૃગયા માટે ગયેલા પાંડવો પાછા ફરવાની તૈયારીમાં છે. એટલા માટે વાહનોને છોડીને અહીં ઊતરીને તમે સઘળા વિશ્રાંતિને અનુભવો અને પાંડવોના આદરસત્કારને ગ્રહણ કરો. યુધિષ્ઠિરને અતિથિ પ્રત્યે પ્રેમ હોવાથી, તે તમને પેખીને પ્રસન્નતા અનુભવશે.

દ્રૌપદી પર્ણશાળામાં પ્રવેશી એટલે કોટિકાસ્યે રાજાઓ પાસે પહોંચીને જયદ્રથને સઘળા સમાચાર કહી સંભળાવ્યા.

જયદ્રથનું મન દ્રૌપદીને દેખીને પ્રથમથી જ સંમોહિત થયેલું હોવાથી એણે અન્ય છ મિત્રો સાથે પર્ણશાળામાં પ્રવેશ કર્યો ને દ્રૌપદીને પોતાના રથમાં બેસીને પોતાની સાથે આવવા તથા અસીમ સુખનો અનુભવ કરવા જણાવ્યું. એણે એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દીન, લક્ષ્મીહીન, રાજ્યભ્રષ્ટ, બુદ્ધિરહિત, અરણ્યવાસી પાંડવોને વળગી રહેવાનું તારે માટે યોગ્ય નથી. બુદ્ધિશાળીની સ્ત્રી લક્ષ્મી વિનાના સ્વામીને નથી ભજતી. લક્ષ્મીનો નાશ થયા પછી સ્ત્રીએ પતિ સાથે ના રહેવું જોઇએ. પાંડવોની સંપત્તિ નાશ પામી છે અને એ અનંત વરસો માટે રાજ્યથી ભ્રષ્ટ થયા છે. એમની સંગતિથી તારે કેવળ કલેશ જ ભોગવવાનો છે. માટે તું એમને છોડીને મારી બનીને સુખ ભોગવ. તું મારી સાથે સિંધું તથા સૌવીર દેશો પર સત્તા ચલાવ.

દ્રૌપદીએ એની મેલી મુરાદને સમજીને એને તિરસ્કારી કાઢયો. એ સતી સ્ત્રી હોવાથી એવી રીતે કોઇના પ્રભાવમાં સહેલાઇથી પડે તેવી ન હતી.  એવી કલ્પના પણ એનાથી નહોતી કરાય તેમ.

પરંતુ એના સંજોગો વિપરીત હતા. અત્યારે એ એકલી અથવા અસહાય હતી.

એણે ધૌમ્ય પુરોહિતને બૂમ પાડી.

જયદ્રથે એના વસ્ત્રને પકડીને એને બળપૂર્વક ખેંચવા માંડી, પરંતુ એણે જયદ્રથને જોરથી ધક્કો માર્યો એટલે જયદ્રથ નીચે પડી ગયો.

જયદ્રથે એને ફરીથી પકડી લીધી.

દ્રૌપદી ધૌમ્યમુનિને પ્રણામ કરીને, કોઇ વિકલ્પ ના દેખાવાથી, નિરુપાયે રથમાં બેઠી.

ધૌમ્યમુનિએ દ્રૌપદીનું હરણ કરવાના કુવિચારને પડતો મૂકવા જયદ્રથને બનતી બધી રીતે સમજાવી જોયો પરંતુ જયદ્રથ ના માન્યો. એણે રથને આગળ ચલાવ્યો.

પાંડવોને અરણ્યમાંથી પાછા ફર્યા પછી દ્રૌપદીના હરણના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે એમની પીડાનો પાર ના રહ્યો.

એ વધારે વિલંબ કરવાનો મૂકીને જયદ્રથની પાછળ પડયા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.