Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમને એવા સંત મળે.

દર્શનમાત્ર કર્યાથી જેનું, આતુર આંખ ઠરે,
અંતરને આરામ મળે ને, તાપ સમસ્ત ટળે... અમને.

શાંત પ્રસન્ન પવિત્ર સંયમી, સાચા સંત મળે;
દૂર કરે અંધાર તેજથી, ચિંતા શોક હરે... અમને.

ગંગાથી પણ નિર્મળ મનના, ભાવે હૃદય ભરે;
હિમગિરિ જેવા ગંભીર છતાં, રસના ધામ મળે... અમને.

મધુર વચનથી શાંતિ આપતા, પ્રભુને પ્રેમ કરે;
પ્રભુના દાસ સમા સંતોનાં, ચરણે મુક્તિ મળે... અમને.

- શ્રી યોગેશ્વરજી

 

Comments

Search Reset
0
યોગેશ કવીશ્વર
9 years ago
અમને પણ માપ્રભુ જેવા સંત રૂપે સાક્ષાત ભગવાન મળ્યા!
Like Like Quote
2
Yatri
12 years ago
અમને એવા સંત મળ્યા!
Like Like Quote

Add comment

Submit