if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે અમે આનંદ કરીએ, પરમાનંદ કમાઇ,
હવે અમે સાનંદ ફરીએ, શાંતિ ચિરંતન પામી... પરમાનંદ કમાઇ !

ખરચી ખૂટે, ચોરે લૂંટે, ધનની કરી કમાઇ,
એ તો કેમે કરી ન ખૂટે, દિવસરાત વધનારી... પરમાનંદ કમાઇ !

કાટ ન લાગે, મેલ અડે ના, એવું કાંચન ભારી,
સાચવવું ના પડે એહને, પામે તે બડભાગી... પરમાનંદ કમાઇ !

ઇચ્છા થતી પૂર્ણ સઘળી, ના દારિદ્રય રહે કાંઇ,
સકલ સૃષ્ટિની શહેનશાહત મળી જાય વણમાગી... પરમાનંદ કમાઇ !

સત્ય પંથ છે પકડ્યો જેમ પ્રભુની કરુણા માગી,
તેને સંકટ શોક રહે ના, ત્રિતાપ જાય નાસી... પરમાનંદ કમાઇ !

‘પાગલ’ બની પરમ રસમાં ન્હા, બંધન તોડ ધરાનાં,
પામી લે તું પરમધન હવે, મટી જાય દુઃખ સારાં... પરમાનંદ કમાઇ !

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.